શ્રી ગાયત્રી વિદ્યાલય,
જાદાખેરીયા - દાહોદ
trustactivities

ટ્રસ્ટનાં હેતુઓ

ટ્રસ્ટના હેતુઓઃ

(1) લીમખેડા તાલુકાના પછાત વર્ગના યુવકો અને યુવતિઓમાં બિન સાંપ્રદાયિક કેળવણીના ફેલાવા અર્થે પુસ્તકીય, આર્થિક અને કેળવણી માટે શકય તે રીતે મદદ કરવી.

(2) લીમખેડા તાલુકાની જનતામાં માનસિક, શારીરિક અને નૈતિક તેમજ આધ્યાત્મિક, બિન સાંપ્રદાયિક કેળવણીનો ફેલાવો કરવા શકય ઉપાય કરવા.

(3) લોકરુચિને સંસ્કારે એટલે કે વાસ્તવિક જીવનના મંગલકારી તત્વને લક્ષ્યમાં રાખી ભાવનાશીલ અને સુરુચિપોષક મનોરંજન દ્રારા એટલે કે સંગીત, નૃત્ય, અને નાટક જેવી પ્રવૃત્તિઓ દ્રારા લોકોની ભાવનાને પોષવા પ્રયત્ન કરવા.

(4) તાલુકામાં વખતો વખત રચનાત્મક કાર્યક્રમો ગોઠવી યુવકોમાં કામની ઉચ્ચ ભાવના કેળવવી.

(5) તાલુકામાં વખતો વખત જનતાને નિરક્ષરતા તેમજ અજ્ઞાનતા દૂર કરવા પ્રૌઢ શિક્ષણ વર્ગો શરૂ કરવા તેમજ રાત્રી શાળા ચલાવવી તેમજ અવૈધિક શિક્ષણ વર્ગો ચલાવવા.

(6) કોઈ પણ સાર્વજનિક તેમજ લોક પરોપકારક પ્રવૃત્તિઓ જેવી કે નેત્રજ્ઞ અને અન્ય પ્રવૃત્તિઓ માટે નાટક સિનેમાં દ્રારા શો યોજી ફંડ એકત્ર કરી તેનું આયોજન કરવું.

(7) લીમખેડા તાલુકામાં નાની ઉંમરના બાળકોને શૈક્ષણિક જ્ઞાન મળી રહે તે માટે જુદા જુદા સ્થળે છાત્રાલય,બાલવાડી આશ્રમશાળ,પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ ખોલીને કેળવણીનો વિકાસ કરવો.

ટ્રસ્ટનું કાર્યક્ષેત્ર

દાહોદ જિલ્લા જેવા આદિવાસી વિસ્તારમાં જ્યાં ખૂબ જ ઊંડાણના વિસ્તારમાં જયારે શૈક્ષણિક પ્રવૃત્તિઓ પહોંચી નહોતી. તે વખતે આ ટ્રસ્ટે, જાદાખેરિયા, અગારા ( ઉ ), ડાભડા, દુધામલી જેવા ગામોમાં શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરી અને ગામના વિદ્યાર્થીઓને શૈક્ષણિક સુવિધાઓ પુરી પાડેલ છે.

વિદ્યાર્થીઓ છાત્રાલયમાં રહી અભ્યાસ કરી શકે તેવી વ્યવસ્થા પુરી પાડવામાં આવે છે.


   

મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | પરિણામ | અમારો સંપર્ક |

© www.gayatrivijadakheriya.com, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 1,983