શ્રી ગાયત્રી વિદ્યાલય,
જાદાખેરીયા - દાહોદ
rules

નીતિ નિયમો

શાળામાં પ્રવેશ મેળવવા માટેની પ્રક્રિયાની માહિતી

શાળાનું શૈક્ષણિક વર્ષ જૂન માસમાં શરૂ થાય છે. અને બે સત્રનું હાય છે.ધોરણ 8માં પ્રવેશ મેળવવા માટે શાળા કાર્યાલયમાંથી પ્રવેશ ફોર્મ મેળવીને સંપૂર્ણ વિગતો ભરી શાળા છોડયાનું પ્રમાણપત્ર તથા ગુણપત્રક સાથે કાર્યાલયમાં જમાં કરાવવાનું હોય છે. વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ અપાય છે. ઉપલા વર્ગોમાં વર્ગોની નિયત સંખ્યાને ધ્યાને લઈ પ્રવેશ અપાય છે. એડમિશનનો અંતિમ નિર્ણય શાળાના આચાર્યશ્રીના હાથમાં રહેશે.

ફી ની માહિતી

  માધ્યમિક ઉચ્ચ માઘ્યમિક
પ્રવેશ ફી 25 રૂ।. 50 રૂ।.
શિક્ષણ ફી 25 રૂ।. 300 રૂ।.
સત્ર ફી 25 રૂ।. 50 રૂ।. સત્ર દીઠ
ઉદ્યોગ ફી - 100 રૂ।.
પરીક્ષા ફી - 20 રૂ।.

ફી સ્વીકારવાના નિયમો

  • માધ્યમિક વિભગામાં પ્રવેશ મેળવતી વખતે જરૂરી ફી ભરવાની હોય છે. ત્યારબાદ પ્રવેશ મળશે.
  • ઉપલા વર્ગોમાં સત્રના પ્રારંભમાં પ્રવેશ ફી જે તે શિક્ષકને એક માસમાં જમાં કરાવવાની રહેશે.
  • ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં બે સત્રમાં ફી જમા કરાવવાની હોય છે. અડધી ફી જૂન માસમાં અને બાકીની ફી નવેમ્બર - ડિસેમ્બર માસમાં જમા કરાવવાની રહેશે.

શાળાનો ગણવેશ

શાળામાં આર્થિક, સામાજિક સમાનતા જળવાય અને શાળાના વિદ્યાર્થીઓમાં અનુશાસનનો ગુણ કેળવાય એ અમારુ કર્તવ્ય છે.

માધ્યમિક શાળાનો ગણવેશ ઉચ્ચ માધ્યમિક શાળાનો ગણવેશ
વિદ્યાર્થીઓ માટે :- વિદ્યાર્થીઓ માટે :-
સફેદ શર્ટ સફેદ શર્ટ
બ્લૂ પેન્ટ બ્લૂ પેન્ટ
વિદ્યાર્થીનીઓ માટે :- વિદ્યાર્થીનીઓ માટે :-
સફેદ- ટોપ સફેદ- ટોપ
બ્લૂ - સલવાર બ્લૂ - સલવાર
બ્લૂ - ઓઢણી બ્લૂ - ઓઢણી

ફી ભરવાનો સમય

ઉનાળામાં 08-00 થી 12-00
શિયાળામાં 08-00 થી 11-00


   

મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | પરિણામ | અમારો સંપર્ક |

© www.gayatrivijadakheriya.com, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 1,979