શ્રી ગાયત્રી વિદ્યાલય,
જાદાખેરીયા - દાહોદ
prayers

શાળાની પ્રાર્થના

સોમવાર

મંગળવાર

મંદિર તારું વિશ્વ રૂપાળું

મંદિર તારું વિશ્વ રૂપાળું,
સુંદર સર્જન હારા રે.
પળ પળ તારા દર્શન થાયે,
દેખે દેખન હારા રે.
નહિ પુજારી નહિ કોઈ દેવા,
નહિ મંદિરને તાળા રે.
નીલ ગગનમાં મહિમા ગાતા,
ચાંદો સૂરજ તારા રે.
વર્ણન કરતાં શોભા તારી,
થાકયા કવિગણ સારા રે.
મંદિરમાં તું કયાં છુપાયો,
શોધે બાળક તારા રે.

ઓ શારદા !

ઓ શારદા !તું આવ મારા જીવનમાં,
વાણીમાં વર્તનમાં, નર્તનમાં મુજ કિર્તનમાં,
ઓ શારદા.
મોર થઈ છવાજે મુજ જીવન વસંતમાં,
વીણાના સૂરો વહાવ મારા કંઠમાં !
ઈશ તણા ગીત દેજે અંતરમાં,
વાણીમાં......
જગના આંગણામાં નાચું મોરલો બનીને તારો,
વિશ્વ પર છવાઈ જાઉં ઈશના બની વિચારો !
ભરજે વિશાળતા ઉર અંતરમાં,
વાણીમાં......

બુધવાર

ગુરૂવાર

પ્રભુ !દે વરદાન મને !

પ્રભુ !દે વરદાન મને !
ધરુ જીવન પુષ્પ તને !
તે જ ખીલાવ્યુ, તે મહેકાવ્યું !
તે માધુર્ય બની મલકાવ્યું !
તુ ચેતન સુમને
પ્રભુ.......
તું છે પોષક, તું સંરક્ષર,
તું સંહારક, તું છે તારક,
શાતા તવ ચરણે
પ્રભુ.......
પ્રતિકાર તું ઝંઝાવાતે,
તું દિપક અંધારી રાતે,
પામું તવ પથને,
પ્રભુ......

મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું

મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું,મુજ હૈયામાં વહયા કરે,
શુભ થાઓ આ સકલ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે.
ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયુ મારુ નૃત્ય કરે,
એ સંતોના ચરણ કમલમાં, મુજ જીવનનું અર્ધ્ય ધરે,
દીન,કુરને ધર્મ વિહોણા દેખી દિલમાં દર્દ રહે,
કરુણાભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્ત્રોતવહે.
માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચીંધવા ઊભો રહું,
કરે ઉપેક્ષા એ મારગની તોય ક્ષમતા ચિત્ત ધરુ,
ચંદ્ર પ્રભાની ધર્મ ભાવના હૈયે સૌ માનવ લાવે,
વેર ઝેરના પાપ ત્યજીને મંગલ ગીતો એ ગાવે
મૈત્રી ભાવનું.............

શુક્રવાર

 

પ્રભુ નમીએ

પ્રભુ નમીએ પ્રભુ પ્રિતે,સુખી કરતુ દુઃખો હરતું
બનાવી તે બઘી દુનિયા, બનાવ્યાં તે ઊંડા દરિયા,
સૂરજને ચંદ્ર જગમગિયા, સુખી કરતું દુઃખો હરતું.
વળી આકાશમાં તારા, ઘણા જ ઊંચે ફરનાર,
કર્યા છે તે પ્રભુ પ્યારા, સુખી કરતું દુઃખો હરતું.
જગત આખા ઉપર તારી, નજર ફરતી રહે ન્યારી,
અમારા કામ જોનારા, સુખી કરતું દુઃખો હરતું.
બધાએ પાપ ઉપર બાળી દે, વળી બુધ્દ્રિ રૂપાળી દે,
નમીએ હાથ જોડીને, સુખી કરતું દુઃખો હરતું.

 


   

મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | પરિણામ | અમારો સંપર્ક |

© www.gayatrivijadakheriya.com, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 1,980